Profile

image

Profile

ડો. શૈલેષ એમ. જાની એ ભાવનગર-ગુજરાતના ટોચનાં મનોચિકિત્સક – સાઇકિયાટ્રીસ્ટ તથા સેક્સોલોજીસ્ટ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.ડી. (સાઇકિયાટ્રી) અને ડી.પી.એમ. (સાઇકોલોજીકલ મેડિસીન) ફર્સ્ટ રેન્ક સાથે ઉર્તીણ થયા છે. તેઓ લાંબા સમયથી ભાવનગરમાં પ્રાઈવેટ સાઇકિયાટ્રીસ્ટ તથા ડિએડિકશન થેરાપિસ્ટ તરીકે માનસિક બિમારીની સાથે સાથે લોકો ને વ્યસનમાંથી મુક્તિ અપાવી રહ્યા છે. આ ઉપરાંત સેક્સોલોજીસ્ટ તરીકે પણ અનેક લોકોના જાતીય રોગોનું નિદાન તથા વૈજ્ઞાનિક ઢબથી સારવાર કરી રહ્યા છે. સેક્સ એજયુકેશન અંગે તેઓ સેમિનાર, વર્કશોપ, લેકચર વગેરે નિયમિતપણે યોજી રહ્યા છે.

તેઓ ગુજરાતના અગ્રણી દૈનિક 'દિવ્ય ભાસ્કર' તથા 'સૌરાષ્ટ્ર સમાચાર' માં કોલમ રાઈટર છે. જેમાં તેઓ 'લાઈફલાઈન' પૂર્તિમાં 'મનોરોગ' કોલમ થકી વિવિધ માનસિક રોગો અંગે સરળ ભાષામાં સમજૂતિ આપી લોકોમાં જાગૃતિ લાવવા માટે નિયમિત લેખન કરી રહ્યા છે. 'સૌરાષ્ટ્ર સમાચાર' માં તેમના અગાઉના પ્રસિદ્ધ થઈ ચૂકેલા લેખોનો સંગ્રહ 'મનોચિકિત્સા' નામે પ્રસિદ્ધ થયેલો છે. જેની ટૂંકા ગાળામાં ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે તથા 15,000 કરતા પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે.

ડો. શૈલેષ એમ. જાનીના તંત્રીપદ હેઠળ 'મનોચિકિત્સા' નામનું વિશિષ્ઠ માસિક સામયિક પ્રસિદ્ધ થઇ રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થતા આ મેગેઝીન માં માનસિક, મનોદૈહિક, શારીરિક સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ વિકાસ તથા સફળ જીવન જીવવાની પ્રેરણા આપતા લેખો પ્રસિદ્ધ કરાય છે. આ સામયિક સમગ્ર ગુજરાતમાં બહોળો ફેલાવો ધરાવે છે. તથા લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યું છે.

તેમનું ડિપ્રેશન અંગે સરળ ભાષા માં સમજૂતી આપતું 'ડિપ્રેશન A to Z ' પણ પ્રસિધ્ધ થયું છે. જે બેસ્ટ સેલર પૂરવાર થયું હતું.

તાજેતરમાં તેમનું પ્રેરણાદાયી વાર્તાઓ પીરસતું નવું પુસ્તક 'કથા કાફે - જીવનમાંથી જીવન માટે' પ્રસિધ્ધ થયું છે અને લોકપ્રિય બની ચૂક્યું છે.

તેઓ વ્યસન મુક્તિના ક્ષેત્રે પણ ખૂબ જ અગ્રેસર છે. તેઓ લોકોને વ્યસન મુક્ત બનાવવા માટે અવાર-નવાર વ્યસન મુક્તિ કેમ્પ યોજતા રહે છે. આજ સુધીમાં તેઓ દારૂ, ચરસ, બીડી-સિગારેટ, તમાકુ, ગાંજો, અફીણ, બ્રાઉન સ્યુગર, અલ્પ્રાઝેલામ, પેથેડાઈન, ફોર્ટવિન, ઇન્જેક્શન વગેરેના વ્યસનોમાંથી 50,000 કરતા પણ વધુ લોકોને મુક્તિ અપાવી તેમના પરિવારોમાં નવી રોશની પ્રગટાવી છે.